Description
નાટકનો સારાંશ
એક કૅફે… બે ઓળખ… અને અનેક ગેરસમજો!
રમઝટ ઈન ધ કૅફે એક આધુનિક ગુજરાતી નાટક છે, જેમાં પ્રેમ, પ્રેન્ક અને વિશ્વાસ વચ્ચેનું નાજુક સંતુલન હળવી મજાક અને સંવેદનશીલ લાગણીઓ સાથે રજૂ થાય છે. બ્લાઇન્ડ ડેટથી શરૂ થયેલી એક મસ્ત મજાક ક્યારે ગેરસમજ, શંકા અને આત્મમંથનનું સ્વરૂપ ધારણ કરે છે – એ જ આ નાટકની રમઝટ છે. આજની પેઢીના સંબંધો, “ટેસ્ટિંગ લવ” અને પ્રેન્ક કલ્ચર સાથે પ્રેમ, ઇગો, ઈમોશનલ કન્ફ્યુઝન અને આજના સંબંધોની સચ્ચાઈને દર્શાવતું આ નાટક દર્શકોને હસાવશે અને સાથે એક સવાલ છોડી જશે –
યુવાનો માટે, યુવાનો વિશે, અને યુવાનોની ભાષામાં લખાયેલું નાટક. પ્રેમ મજાક નથી… પણ મજાક ક્યારે પ્રેમ બની જાય – એની કોઈ ગેરંટી નથી!
લેખકનો પરિચય
“પોલિટિકલ સાયન્સ (રાજકીય વિજ્ઞાન) માં સ્નાતક, પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી અને નાટ્યશાસ્ત્રમાં ડિપ્લોમા. આ મિશ્રણે હંમેશા મને વાર્તાઓને માત્ર કથા તરીકે જ નહીં, પરંતુ સમાજમાં કંઈક બદલાવ લાવવા માટેના એક પરિબળ તરીકે જોવા માટે શીખવ્યું.”
ઓમકાર પેઠકર
ઓમકાર પેઠકર શૈક્ષણિક રીતે સર્જનાત્મક અને વિશ્લેષણાત્મક પૃષ્ઠભૂમિમાંથી આવે છે – એક લેખક તરીકે, તેમણે અનેક ફોર્મેટમાં કામ કર્યું છે પટકથા, જિંગલ્સ, ગીતો, જાહેરાતો.
તેમની સફર દ્રશ્ય વાર્તા કહેવાથી શરૂ કરી હોવા છતાં, આ પુસ્તક તેમની માટે ખાસ છે કારણ કે આ તેમનું પહેલું ગુજરાતી નાટક છે, જે તેઓએ વર્ષ 2017 માં લખ્યું હતું, અને હવે આખરે તે વાચકો સુધી પહોંચી રહ્યું છે.
તેમની તાજેતરની ગુજરાતી શોર્ટ ફિલ્મ “સુખનાથ મોગરા ની વાર્તા” પ્રસાર ભારતીના Waves OTT પર પ્રસારિત થઈ રહી છે. તેમણે હાલમાં “ડ્રોપ આઉટ” નામની એક હિન્દી ફીચર ફિલ્મની પટકથા તથા સંવાદ લખ્યા છે અને તે દિગ્દર્શિત કરી છે, જે વર્ષ 2026 માં રિલીઝ થવાની છે.

